મારી જીજ્ઞાસા

વિસ્મયજનક શોધ અને શોધકો
[1] જીન્સ


જેને વણેલું સાવ સુતરાઉ જેવું કાપડ કે એવી ચીજને ‘Jeans’ જીન્સ કહેવામાં આવે છે. લેવી સ્ટ્રાઉસમૂળ તો બવેરિયાનો પણ એ અમેરિકન વીઝા અને પાસપોર્ટ મેળવી અમેરિકામાં જઈ વસ્યો, પણ એ પોતાની સાથે આવા કપડાંની કેટલીક ગાંસડીઓ લઈ ગયેલો. આ ભાઈશ્રી લેવીનો એવો વિચાર હતો કે પોતે આ કાપડમાંથી તંબૂઓ કે રેલવેના વેગન્સને ઢાંકવા માટે શીટ્સ બનાવી કંઈક કમાણી કરશે, પરંતુ અમેરિકામાં દાખલ થયા પછી એને ખબર પડી કે, પોતાની અગાઉ જે લોકો આવી વસ્યા હતા તેઓ પણ આવો જ વિચાર લઈને આવ્યા હતા. ઈ.સ. 1850માં અમેરિકામાં આવેલા તમામ બેવેરિયન્સ આવા જ વિચારથી આવ્યા હતા.પણ જેનું નસીબ કે કિસ્મત ખૂલી જવાનું હોય એના ભાગ્યની આડે હિમાલય હોય તો ય ખસી જાય છે ! ને ભાઈ, અલ્લામીયાં, જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ ! અમેરિકાની સોનાની ખાણોમાં કામ કરનારા કામદારોએ આ લેવીભાઈને ફરિયાદ કરી કે, તેઓ જ્યારે ખાણમાં કામ કરે છે ત્યારે એમના સામાન્ય ટ્રાઉઝર્સ-પાટલૂનો ઝડપથી ફાટી જાય છે. આથી લેવીભાઈએ મૂક તંબૂને ઉપાડ પાટલૂનજેવો ન્યાય અપનાવ્યો. એણે પોતાની ગાંસડીઓ સાથે લાવેલ કાપડમાંથી ટ્રાઉઝર્સ બનાવ્યા અને જોયું કે, આવા પાટલૂનો ઘસાઈ જતા નથી. ચમત્કાર થયો ! લેવી-ભાઈના ટ્રાઉઝર્સ લોકપ્રિય બની ગયા. ત્યાર પછી સોનાની ખાણોના માલિકો લેવીભાઈના આ ‘Jeans’ને લુહાર પાસે લઈ ગયા અને લુહારોને આવા Jeans પર ધાતુકીય કીલકો જડી આપવાનું કહ્યું, કારણ કે, આવા ધાતુકીય બકલ્સ વગર ટ્રાઉઝર્સના ખીસ્સાઓ પૂરતા મજબૂત લાગતા ન હતા. લુહારોએ નમૂનાના બકલ્સ તૈયાર કરી આપ્યા. એ પછી આ પ્રેરણા, આ વિચારને મેના 1873માં રજિસ્ટર કરાવી એની પેટન્ટ મેળવાઈ જે આજે પણ ચાલુ જ છે.


[2] એસકૅલૅટર

Escalator – એસકૅલૅટર ચાલતી સીડી. ચાલતી સોપાન સીડીનો આવિષ્કાર, 1892માં ન્યૂયૉર્કના જેસે રેનોએ મેળવ્યો હતો અને એનો પ્રથમ ઉપયોગ કોની આઈલૅન્ડ’ – કોની ટાપુ પર, એક પોતઘાટ પર કરવામાં આવ્યો હતો. અમેરિકન નાગરિકોના મનોરંજન માટે 1896માં આ ચાલતી સીડી મૂકવામાં આવી હતી. એ એક વાહક પટ્ટો હતો, જે લાકડાની પટ્ટીઓનો બનેલો હતો. એને ‘Rano Inclind Elevator’ નામ આપવામાં આવ્યું હતું. એ પછી એક અન્ય અમેરિકન ચાર્લ્સ વ્હીલરઆ જ વરસે એસકૅલૅટરનો આવિષ્કાર મેળવ્યો, જેને સપાટ સોપાનો હતાં, આધુનિક છે બસ, એમ જ. ઈ.સ. 1898માં ચાર્લ્સ સીલર્ઝર દ્વારા એમાં સુધારાઓ કરવામાં આવ્યા કારણ કે વ્હીલરના મૂળભૂત એસકૅલૅટર કદાપી બંધાયા ન હતા અને પછી ઑટીસ ઈલીવેટર કંપનીની નજરે અચાનક આ એસકૅલૅટર પડ્યું અને એનો શક્ય તેટલો લાભ ઉઠાવવા 1899માં એનું ઉત્પાદન શરૂ કર્યું.





[5] પેટ્રોલ પમ્પ
                                
મોટરની સાથે પેટ્રોલ પમ્પને કોઈ નાત-જાતનો વહેવાર નથી હોં ભાઈ ! યુ.એસ.એના ઈન્ડિયાનાના એક ભાઈ સલ્યાનસ બોઉસેરે શોધી કાઢ્યું કે, કેરોસીનના બેરલ્સ કે જે જેક ગમ્ફરની દુકાનની નજીક ઊભા કરાયા છે એ પીપડાં લીક થવાથી જેકની દુકાનમાં રહેલ બટનમાં વાસ-સુવાસ કે દુર્ગંધ ઉત્પન્ન કરે છે. આમ થવાથી બોઉસેરે એક પમ્પનો આવિષ્કાર મેળવ્યો અને કેરોસીનનું લીકેજ ટાળ્યું. આ કેરોસીન ત્યારે દીપક બાળવાના-સળગાવવાના કામમાં આવતું હતું. ભારતમાં જેમ ગામડાંઓમાં આજે પણ કેરોસીનના દીવાઓ અને ફાનસો જોવા મળે છે એમ જ. એ પછી આ ભાઈ 1885માં લીક પ્રૂફ ટાંકી લઈને આગળ આવ્યા. એક outlet pipe સાથે એક પીસ્ટન. આ પીસ્ટન જ્યારે પમ્પીંગ કરે ત્યારે ચોક્કસ રીતે એક જ ગેલન પ્રવાહી આપી શકે. બાઉસેરનો સર્વપ્રથમ પમ્પ ખાસ કરીને પેટ્રોલની સાથે તો 1905 પછી જ જોડાયો. બાઉસેરનો સર્વપ્રથમ પમ્પ પેટ્રોલ સાથે જોડાયો ત્યારે આ પમ્પ દ્વારા કેટલું પેટ્રોલ ચોક્કસ માપ પ્રમાણે જ બહાર કાઢવું એ કામની શરૂઆત 1925થી શરૂ થઈ. અને 1932માં, ચોક્કસ પેટ્રોલના આંકડાઓ અને પેટ્રોલનું ચોક્કસ મૂલ્ય બતાવવાની પદ્ધતિ દાખલ થઈ.

No comments:

Post a Comment